પાટણ જિલ્લાના સમી શહેરમા સુંદર તળાવને કિનારે શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાળ દાદા સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્ષેત્રપાળ દાદાનુ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી ક્ષેત્રપાળ દાદા તથા શ્રી વીર દાદા અને કુળદેવી શ્રી આશાપુરા ચામુંડા માતાજી ખુબજ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે. સાથોસાથ અહીંયા સમાજ ઉપયોગી સુંદર ભોજનાલય તથા ૩૨ રૂમ સાથેનુ ભવ્ય સંકુલ પણ આવેલુ છે.


દર સુદ પાંચમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ પૂજ્ય દાદાના દિવ્ય દર્શન કરવા અને બાધા આખડી પુરી કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ઉમટી પડે છે, એજ રીતે આજરોજ જેઠ સુદ પાંચમના શુભ દિવસે અહીંયા સુંદર યજ્ઞ પુજનનુ આયોજન સરકારની કોરોના ગાઈડલાઇન્સને અનુલક્ષીને કરવામા આવ્યુ હતું.
મંદિરે પહોંચવા માટેનો રસ્તો કાચો હોવાથી પાકા રસ્તા સાથે આ જગ્યાનો વિકાસ થાય તે માટેનુ એક નિવેદન પણ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામા આવ્યુ હતુ.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી સંસ્થાના પ્રમુખ શ્રી પોપટલાલ અખાણી તથા સમિતિમાંથી શ્રી સુરેશચંદ્ર અખાણી, શ્રી દિનેશચંદ્ર અખાણી તથા શ્રી શિવરામભાઈ અખાણી અને શ્રી જીતેન્દ્ર અખાણી દ્વારા આપવામાં આવી હતી.


તો આવો જેઠ સુદ પાંચમના શુભ દિવસે દિવ્ય દર્શન કરીએ પાટણના સમી ખાતે બિરાજમાન શ્રી ક્ષેત્રપાળ દાદાના


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાલ દાદા સેવા સમાજ ટ્રસ્ટ, સમી સંચાલિત
જેઠ સુદ પાંચમના શુભ દિવસે શ્રી ક્ષેત્રપાલ દાદા મંદિરના દિવ્ય દર્શન ૨૦૨૧


Shree Akhani Parivar Kshetrapal Dada Seva Samaj Sami organized Shree Kshetrapal Dada Mandir Divya Darshan on Jeth Sud Pancham 2021

શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાલ દાદા સેવા સમાજ ટ્રસ્ટ, સમી, પાટણ, જેઠ સુદ પાંચમ, શ્રી ક્ષેત્રપાલ દાદા મંદિર સમી, Shree Akhani Parivar Kshetrapal Dada Seva Samaj Sami, Sami, Patan, Shree Kshetrapal Dada Mandir Sami, Divya Darshan, Jeth Sud Pancham 2021, સુદ પાંચમ, Sud Pancham, OnlineGujaratNews, reporter kaushik,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed