Notice: Constant WP_MEMORY_LIMIT already defined in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-config.php on line 90
અવસાન / રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઇની હોસ્પિટલમાં નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ | online gujarat news

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. તેમની છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

આજે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન
3 મહિના કોરોનાની ચાલી રહી હતી સારવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
ઓગસ્ટમાં અભય ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સ્થિતિ ગંભીર બની હતી. ભારદ્વાજની તબિયત વધુ બગડતા અમદાવાદની ટીમને રાજકોટ સિવિલ મોકલાઈ હતી. ત્યારબાદ તેમને ચેન્નાઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3 મહિના કોરોના સામે લડ્યા પછી ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન થયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી

PM મોદીએ લખ્યું કે, અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. અભય ભારદ્વાજ સેવા કરવામાં સૌથી આગળ હતા.

કોણ હતા અભય ભારદ્વાજ?

અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા હતા. ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. વકીલાત દરમિયાન 210 જેટલા જૂનિયર હોવાનો વિક્રમ તેમના નામે હતો. શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં અભય ભારદ્વાજનો મહત્વનો રોલ હતો. રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.

જનસંઘના નેતા સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ હતા અભય ભારદ્વાજ

આપને જણાવી દઇએ કે, અભય ભારદ્વાજ રાજકોટના વતની હતા તથા જનસંઘના નેતા સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ હતા. તેઓ રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવતા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં અભય ભારદ્વાજ છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય છે. આ સાથે જ તેઓ રાજકોટ બાર એસોસિયેશનનાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *