નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું આજે વહેલી સવારે નિધન થયું. આ દુ:ખદ સમાચાર તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આપ્યા. આ સાથે જ ફૈઝલે તમામને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ પણ કરી.

અહેમદ પટેલને લગભગ એક મહિના પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું. આ દરમિયાન તેમના  અનેક અંગોએ કામ કરવાનું  બંધ કરી દીધુ. ત્યારબાદ તેમને ગુરુગ્રામના મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આજે 3:30 વાગે તેમનું નિધન થયું.

તેમના પુત્ર ફૈઝલ પટેલે લખ્યું કે હું તમામ શુભચિંતકોને આગ્રહ કરું છું કે તેઓ કોરોના ગાઈડલાઈન્સનું ખાસ કરીને પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો વિશેષ ખ્યાલ રાખે.

અત્રે જણાવવાનું કે ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસ રાજકારણી અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજનીતિક સચિવ હતા. તેઓ એકમાત્ર વ્યક્તિ હતાં જેમનું 10 જનપથમાં સીધી અવરજવર હતી. તેઓ સોનિયા-રાહુલના વફાદાર હોવાની સાથે જ પાર્ટીમાં સૌથી કદાવર નેતા પણ કોંગ્રેસ હાઈકમાનના નિર્દેશો અને સંકેતોને તેમના દ્વારા જ બીજા અન્ય મોટા નેતાઓ સુધી પહોંચાડવામાં આવતા હતા.

#gujarat #india #congress #leader #AhmedPatel #reporterkaushik #onlinegujaratnews #ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed