Deprecated: File class-oembed.php is deprecated since version 5.3.0! Use wp-includes/class-wp-oembed.php instead. in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-includes/functions.php on line 6085
ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ, અમદાવાદથી લગભગ સિત્તેર કિલોમીટરના અંતરે આવેલા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામમા, જ્યાં કોઠ અરણેજ રોડ ઉપર, બગોદરા વટામણ હાઈવેના 500 મીટર પહેલા ડાબી બાજુએ સુંદર જૈન તીર્થ એવુ શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામ આવેલુ છે, તીર્થ ધામનુ પરિસર ખુબ વિશાળ અને આધ્યાત્મિક છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન તથા શ્રી આદેશ્વર ભગવાનની ખુબ જ દિવ્ય પ્રતીમા બિરાજમાન છે, સાથે સાથે અહીંયા શ્રી માણિભદ્ર વીરજી તથા દેવી પદ્માવતી માતાની પણ ખુબ જ સુંદર મૂર્તિ પ્રતિષ્ઠિત છે, અને ખાસ અહીંયા અમદાવાદથી છેક પાલીતાણા સુધી જતા ક્યાંક પણ નવગ્રહ દર્શનનો લાભ નથી જયારે આ તીર્થ ભવ્ય ધામમા નવગ્રહમાથી ત્રણ ગ્રહ એવા શ્રી શનિ, શ્રી મંગળ તથા શ્રી ગુરુ બિરાજમાન છે તથા બાકીના છ ગ્રહની પ્રતિષ્ઠા કરવામા આવશે તો જે પણ ભાવીક ભક્તો જો એના લાભાર્થી બનવાની ઈચ્છા ધરાવતા હોય તેઓશ્રી આ તીર્થ સ્થળ પર સંપર્ક કરી શકે છે. ભગવાનના લાભાર્થી બનવા જુઓ ઇમેજ.
ભવ્ય ધામ, અરણેજ સંપર્ક – 8160346901
તીર્થ સ્થળના પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશતાની સાથે જ જમણી બાજુએ અરણેજ ધામના શ્રી બુટ ભવાની માતાજી બિરાજમાન છે તથા બાજુમા મામાની નાની દેરી પણ આવેલી છે, આજુબાજુ સુંદર ઝાડવા તથા છોડની આગળ ચાલતાની સાથે પરિસરમા સુંદર ધર્મશાળા આવેલી છે, જેમા અત્યાઆધુનિક સેવાઓથી સજ્જ એવા પાંચ રૂમની સુંદર વ્યવસ્થા છે, પરિસરમા સાધુ સાધ્વીજી ભગવંત માટે ખુબ જ સુંદર ઉપાશ્રય આવેલ છે તથા ભોજનાલય અને આવનાર દર્શનાર્થીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થાનુ પણ આયોજન કરવામા આવેલ છે. પરિસરમા લીલાછમ બાગ બગીચાઓની સાથે સાથે ગૌશાળા પણ આવેલી છે, જ્યાં દર્શનાર્થીઓ ગૌ માતાની સેવાનો લાભ પણ લઇ શકે છે.
તીર્થધામની સંપૂર્ણ માહિતી અને વિગત જૈનાચાર્ય શ્રી લલિતસેન સૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા આપણને આપવામા આવી.
તો આવો દર્શન કરીએ શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી ફાઉન્ડેશન તથા શ્રી વાસુપુજ્ય સ્વામી જૈન દેરાસર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અરણેજના જૈન તીર્થ એવા શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામના
Google Location
https://maps.app.goo.gl/QyMYxc7Vg5jzsWev7
જુઓ સંપૂર્ણ એપિસોડ :-
શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી ફાઉન્ડેશન તથા શ્રી વાસુપુજ્ય સ્વામી જૈન દેરાસર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત
શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામ, અરણેજ, તા. ધોળકા, જી. અમદાવાદના દિવ્ય દર્શન
Shree Meruprabhsurishwarji Foundation & Shree Vasupujya Swami Jain Derasar Charitable Trust organized Divya Darshan of Shree Meru Mantung Bhavya Dham, Arnej, Ta. Dholka, Dist. Ahmedabad
શ્રી મેરુપ્રભસૂરીશ્વરજી ફાઉન્ડેશન, શ્રી વાસુપુજ્ય સ્વામી જૈન દેરાસર ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી મેરુ માનતુંગ ભવ્ય ધામ અરણેજ, અરણેજ, ધોળકા, અમદાવાદ, દિવ્ય દર્શન, Shree Meruprabhsurishwarji Foundation, Shree Vasupujya Swami Jain Derasar Charitable Trust, Divya Darshan, Shree Meru Mantung Bhavya Dham Arnej, Arnej, Dholka, Ahmedabad, Bhavya Dham Arnej, ભવ્ય ધામ અરણેજ, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, નવરાત્રી 2020, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar, Gujarat na Mandir, Gujarat na Mandiro, ગુજરાત નાં મંદિરો, ગુજરાત નાં મંદીર, divya Darshan, દિવ્ય દર્શન
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandr
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad
Very good video , I will be visiting vihar dham as & when I come to Gujarati State Merudham Tirth Ahmedabad .