દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતી સર્જાઇ છે તેના કારણે સૌથી ખરાબ સ્થિતી અમદાવાદમાં સર્જાઇ છે. અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ હવે ખુટવા લાગ્યા હતા.

 

અમદાવાદ : દિવાળીના તહેવાર બાદ જે પ્રકારે કોરોનાની સ્થિતી સર્જાઇ છે તેના કારણે સૌથી ખરાબ સ્થિતી અમદાવાદમાં સર્જાઇ છે. અચાનક કેસોમાં ખુબ જ વધારો થતા ન માત્ર બંધ કરાયેલા કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી હતી પરંતુ હવે જે નવા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે તે પણ હવે ખુટવા લાગ્યા હતા.

સ્થિતી વિકટ થતી જોઇને હાલ તંત્ર દ્વારા રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનાં કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી હતી. 20 નવેમ્બરથી (આવતીકાલથી) આગામી સુચના સરકાર દ્વારા ન આપવામાં આવે ત્યાં સુધી આ કર્ફ્યું યતાવત્ત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રાત્રી બજારો તંત્ર માટે માથાનો દુખાવો બનેલા હતા. જેના કારણે હવે રાત્રી બજારો ન ભરાય તે માટે અને લોકો ફરે નહી તે માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

– શહેર સતત વધી રહેલા કોરોના કેસ અંગે ખૂબ જ મોટો નિર્ણય
– અમદાવાદમાં આવતીકાલ થી કરફ્યૂ ની જાહેરાત
– રાતના 9 થી 6 સુધી કરફ્યુ ની જાહેરાત
– સરકાર સાથે પરામર્શ કર્યા બાદ amc તરફથી અધિક મુખ્ય સચિવ ની જાહેરાત
– ડો.રાજીવકુમાર ગુપ્તા એ કરી મોટી જાહેરાત
– અમદાવાદ ના દર્દીઓ માટે 900 નવા બેડ તૈયાર કરવામાં આવ્યા
– સોલા સિવિલ માં 400 બેડ, અસારવા સિવિલ કેમ્પસમાં 400 બેડ અને ગાંધીનગર સિવિલમાં 100 બેડ વધારવામાં આવ્યા
– સરકાર દ્વારા 300 વધુ તબીબો અને 300 મેડિકલ સ્ટુડન્ટસ પણ ફાળવવામાં આવ્યા
– 108 એમ્બ્યુલન્સ સેવાની સંખ્યા 20 થી વધારી 40 કરાઈ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *