અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો અને ઉદ્યોગોને શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 11 કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તાર પૂર્વ વિસ્તારમાં દુકાનો ખોલી શકાશે. ઇલેક્ટ્રિક, ગેરેજ, ચશ્માં સહિતનાં ઉદ્યોગ ફરી ધમધમતા થશે.
અહિ ખુલશે દુકાનો
અમદાવાદના 11 કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર આવતાં વિસ્તારો જેવાં કે, શાહીબાગ , કુબેરનગર , બાપુનગર , ઠક્કરબાપાનગર , શૈજપુર બોઘા ,ઇન્ડિયા કોલોની , સરદાર નગર , નરોડા , ભાઈપુર હાટકેશ્વર , અમરાઈવડી , વિરાટનગર , ઓઢવ , નિકોલ , વસ્ત્રાલ , રામોલ હથીજન , ઇન્દ્રપુરી , , ખોખરા , ઇસનપુર , વટવા , લાંભામાં પણ છૂટ આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમોનું પાલન કરવું પડશે. આમ, પૂર્વ અમદાવાદમાં પણ હવે છૂટછાટ આપતાં ફરીથી જનજીવન સામાન્ય બનશે.
અહિ દુકાનો ખોલવા પર પ્રતિબંધ
10 વોર્ડ કન્ટેઇનમેન્ટના ખાડીયા , જમાલપુર , શાહપુર , દાણીલીમડા , કાલુપુર , સરસપુર , મણિનગર , બહેરામપુરા , અસારવા , આસ્ટોડિયામા નહિ ખુલે દુકાનો