■ અનલૉક – 1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન
■ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે ગાઈડલાઈન
■ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લૉકડાઉન
■ કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટ
■ કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર આર્થિક ગતિવિધિઓને છૂટ
■ અનલૉક – 1માં 8 જૂનથી ખુલશે હોટલ, રેસ્ટોરન્ટ
■ 8 જૂનથી શોપિંગ મૉલ પણ ખુલશે
■ 8 જૂનથી શરતો સાથે ધાર્મિક સ્થળો ખોલવા મંજૂરી
■ ફેઝ – 2માં સ્કૂલ – કોલેજ ખોલી શકાશે
■ સ્કૂલ, કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લેશે
■ રાત્રિના 9થી સવારના 5 સુધી રાત્રિ કર્ફ્યુ
■ અન્ય રાજ્યમાં જવા માટે પાસ જરૂરી નહીં
■ વિદેશ યાત્રા, મેટ્રો, સિનેમા હોલ, જિમ હાલ નહીં ખુલે
■ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ હાલ નહીં ખુલે
■ રાજકીય, ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ
લોકડાઉન 5 માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેને અનલોક ૧ (UNLOCK 1) નામ આપ્યું છે. તે પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન રહેશે અને તેમાં માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહી શકશે. તે સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર કઇ સેવાઓ શરૂ થશે તેની ગાઇડલાઇન આ પ્રમાણે છે-
પહેલો તબક્કો
- 8 જૂન પછી આ જગ્યાઓ ખુલી શકશે
- ધાર્મિક સ્થળો.
- હોટલ, રેસ્તરાં અને હોસ્પિટાલિટીની સર્વિસ.
- શોપિગ મોલ.
- સ્વાસ્થ્ય મંત્રાલય તે અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરશે જેથી આ જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.
બીજો તબક્કો
- સ્કૂલ, કોલેજ , શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ રાજ્ય સરકારો સાથે સલાહ બાદ જ ખુલી શકશે.
- રાજ્ય સરકારો માતા-પિતા અને સંસ્થાનો સાથે જોડાયેલા લોકો સાથે વાત કરીને તે અંગે નિર્ણય કરી શકે છે.
- ફીડબેક મળ્યા બાદ આ સંસ્થાનો ખોલવા અંગે જુલાઇમાં નિર્ણય લેવાઇ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય તે અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરશે.
ત્રીજો તબક્કો
- આ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાશે.
- આંતરરાષ્ટ્રીય ઉડાનો.
- મેટ્રો રેલ.
- સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિએટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આ પ્રકારની જગ્યાઓ.
- સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક તેમજ અન્ય મોટા મેળાવડા.
મોટી રાહત- લોકોના મુવમેન્ટ પર હવે પ્રતિબંધ નહીં
રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર લોકોનું મુવમેન્ટ અને સામાનની અવરજવર પર કોઇ પ્રતિબંધ નહીં હોય. આ પ્રકારની મુવમેન્ટ માટે હવે કોઇ મંજૂરી કે ઇ-પરમિટની જરૂર નથી.
નાઇટ કર્ફ્યૂ- આખા દેશમાં રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મુવમેન્ટ નહીં થઇ શકે
આ દરમિયાન જરૂરી સેવાઓને છોડીને કોઇ પણ પ્રકારની મુવમેન્ટ નહીં કરી શકાય. તેના પર કડકાઇથી પાબંદી રહેશે. સ્થાનિક વહીવટીતંત્ર તેના અધિકારક્ષેત્રમાં CRPC કલમ 144 અંતર્ગત કાયદો લાગૂ કરી શકશે.
લોકડાઉન કન્ટેનમેન્ટ ઝોન સુધી મર્યાદિત રહેશે
- કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 30 જૂન, 2020 સુધી લાગૂ રહેશે.
- સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો વિશે જાણકારી મેળવ્યા બાદ જિલ્લા અધિકારીઓ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામા આવશે.
- કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી સેવાઓને મંજૂરી મળશે.
- મેડિકલ ઇમરજન્સી સેવાઓ અને અન્ય જરૂરી સેવાઓની સપ્લાય સિવાય અહીં લોકોની અવરજવર પર કડક પાબંદી રહેશે.
- ક્ન્ટેનમેન્ટ ઝોનમાં ઉંડાણપૂર્વક કોન્ટેક્ટ ટ્રેસિંગ થશે. ઘરે ઘરે જઇને દેખરેખ કરવામા આવશે. અન્ય જરૂરી મેડકિલ નિર્ણયો લેવામા આવશે.
બફર ઝોન
રાજ્ય સરકાર કન્ટેનમેન્ટ ઝોન બહાર બફર ઝોનની ઓળખ કરી શકશે. આ એવા વિસ્તાર હશે જ્યાં નવા કેસ આવવાનો ખતરો વધારે છે. બફર ઝોનની અંદર પણ પ્રતિબંધો યથાવત રહી શકે છે.
વિસ્તારોની પરિસ્થિતિ પ્રમાણે રાજ્ય સરકાર કન્ટેનમેન્ટ ઝોન બહાર અમુક ગતિવિધિઓને પ્રતિબંધિત કરી શકે છે.