અમદાવાદના બાપુનગર વિસ્તારમા આવેલ ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છેલ્લા ૬ વર્ષથી ૫૦ યુવાઓની ટીમ દ્વારા ચાલતી સંસ્થા ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ ( BVCT ) દ્વારા આખા બાપુનગર વિસ્તારનો સર્વે કરી એવા ૫૦૦ પરિવારોનું લિસ્ટ ( નામ એડ્રેશ અને કોન્ટેક્ટ નંબર ) તૈયાર કરવામાં આવ્યું કે જેના ઘરમાં અનાજ કે પૈસા પણ ના હોય અને તેવા પરિવારો માટે દાતાઓના સહયોગ થી 510 અનાજની કિટ તૈયાર કરવામાં આવી.

જે એક કિટ મા 10 કિલો ઘઉં, 5 કિલો ચોખા, 2 કિલો તુવેર દાળ, 2 કિલો તેલ, 1 કિલો ખાંડ, 1 કિલો મીઠું, 250 ગ્રામ મરચું, 100 ગ્રામ ધાણાજીરું, 100 ગ્રામ હળદર, આટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ 10 – 10 વ્યક્તિને કોલ કરીને બોલાવાયા અને સોસીયલ ડિસ્ટન્સ રાખીને ઉભા રાખવામાં આવ્યા
અને એ રીતે 510 પરિવારોને કિટનું વિતરણ કરવામાં આવ્યું.

www.onlinrgujaratnews.co.in

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *