શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, રાજપુર, કડી દ્રારા આયોજીત
દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Umiya Mataji Sansthan Rajpur Kadi arranged Diwali Garba Mahotsav 28.10.2019

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજપૂર ગામ આવેલું છે, ગામ ની મધ્યે શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય અને ખૂબ જ મોટું મંદિર આવેલું છે, મંદિરમાં ખૂબ જ સુંદર માતાજીની મૂર્તિ બીરાજમાન છે, મંદિર દ્વારા દર વર્ષે અવનવા ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્નોત્સવ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, વિધવા બહેનો માટે સહાય તથા ધાર્મિક કાર્યક્રમોમા દર વર્ષે પાટોત્સવની ઉજવણી, પૂર્ણિમા દર્શન અને દર વર્ષે ભવ્ય દિવાળી ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય દિવાળી ગરબા મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવ્યુ છે, જે બેસતા વર્ષના દિવસથી શરૂઆત થઇ ને ચાર દિવસ સુધી એટલે કે કારતક સુદ ચોથ સુધી ચાલશે, જેમાં ગુજરાતના મોટા અને ખ્યાતનામ કલાકારો રોજ ગરબાની રમઝટ બોલાવશે, જેમાં હજારો ખેલૈયાઓ ઝુમી ઉઠશે.

બેસતા વર્ષના પ્રથમ દિને માતાજીના ઘડુલીયાનુ ખૂબ જ મહત્વ છે, જેમાં ઘડુલીયો જે યજમાનના ઘરે હોય ત્યાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, તેમાં ગામના સમસ્ત લોકો તથા આવેલા મહેમાનો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાય છે.

મંદિર વિશેની તથા કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, રાજપૂરના પ્રમુખ ડોક્ટર બી. આઇ. પટેલ પર આપવામાં આવી હતી.

મંદિર તથા મંદિર પરિસરનો વિડિયો તથા ભવ્ય શોભાયાત્રા ના દર્શન માટે જુઓ આગળનો વીડિયો.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed