અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામ ખાતે ઐતિહાસિક શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષે માતાજીના દિવ્ય પાટોત્સવની પણ ઉજવણી થાય છે, એ જ રીતે આજરોજ 16માં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મંદિર ખાતે નવચંડી યજ્ઞ તથા અન્નકૂટ મહોત્સવ અને શેરડીના માંડવા રોપવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે અહીંયા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દિવ્ય દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી બલવંતસિંહજી દાયમા તથા શ્રી વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ghughariyali Meldi Mataji Mandir Moraiya Celebrated 16th Patotsav on 30.06.2024
Shree Ghughariyali Meldi Mataji Mandir, Moraiya, 16th Patotsav, 30.06.2024, Sanand, Ahmedabad,