દેવાધી દેવ મહાદેવના શિવરાત્રી મહોત્સવની સમગ્ર ભારતભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણે આવ્યા છીએ ગાંધીનગર શહેરના સેક્ટર 5 ખાતે જે અહીંયા શ્રી પંચમુખી મહાદેવ શિવશક્તિ મંદિર આવેલું છે, જે મંદિરમાં શ્રી દેવાધિદેવ મહાદેવજી, શ્રી સોમનાથ મહાદેવજી, શ્રી અંબાજી, શ્રી પંચમુખી હનુમાનજી અને શ્રી સાંઈબાબા ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શિવરાત્રી મહોત્સવનું પણ આજરોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે આજે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના શિવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તથા તે ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા ફળોના તથા ભાંગના પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર શહેરીજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી નટુભા જાડેજા દ્વારા આપવામાં આવી હતી, જ્યાં સમગ્ર ટ્રસ્ટી મંડળના ભાઈઓ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Panchmukhi Mahadev Shivshakti Mandir sector 5 Gandhinagar Arranged Shivratri Mahotsav 2024
Shree Panchmukhi Mahadev Shivshakti Mandir sector 5 Gandhinagar Arranged Shivratri Mahotsav 2024