ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને નકળંગ ધામ તરીકે ઓળખવામાં આવે છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરના દિવ્ય સાનિધ્યમાં શ્રી રામદેવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે કથા મહોત્સવ 4 તારીખથી શરૂઆત થઈને 8 માર્ચના રોજ વિરામ પામ્યો હતો, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો જેમ કે રામદેવ જન્મોત્સવ, રામદેવ વિવાહ તથા રામદેવ ભગવાનની દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો દ્વારા ખૂબ જ સુંદર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શ્રી મહેશનાથજી બાપુ તથા શ્રી ભરતભાઈ કડિયા, શ્રી કનૈયાલાલભાઈ પટેલ, શ્રી સંજય પટેલ તથા વક્તા શ્રી આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Naklang Dham Mansa Arranged Shree Ramdev Mahapuran Katha 2024
Naklang Dham Mansa, Shree Ramdev Mahapuran Katha, 2024, Shree Ramdevpir Mandir Mansa,