અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ફેઝ 2માં સીયોર ગામના શ્રી આયર ના ગોગા મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની વર્ષ દરમિયાન ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે સમગ્ર ભાવિક ભક્તો તથા ભુવાજી શ્રી મુકેશભાઈ ની દિવ્ય પ્રેરણાથી અહીંયા મંદિરનો જીર્ણોદ્ધાર કરીને ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અહીંયા શ્રી ગોગા મહારાજ, શ્રી સિકોતર માતાજી તથા શ્રી ખોડીયાર માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પાંચ થી સાત માર્ચ દરમિયાન અહીં ભવ્ય મહા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રીના લાકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા અંતિમ દિવસે 12.39 ના સમયે દિવ્ય મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા સહિત રાત્રિના ગંગા આરતી અને શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો, સમાજના ભુવાજીશ્રીઓ તથા સમાજબંધુ અને ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગોગા મહારાજના સેવક શ્રી મુકેશભાઈ દેસાઈ ભુવાજી તથા શ્રી લાલાભાઇ શાસ્ત્રી સુંઢિયા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aayarna Goga Maharaj Murti Pran Pratishtha Mahotsav Greenwood Resort Vaishnodevi Ahmedabad
Aayarna Goga Maharaj, Murti Pran Pratishtha Mahotsav, Greenwood Resort, Vaishnodevi, Ahmedabad,