મહેસાણા જિલ્લાના ઊંઝા શહેર ખાતે પંચવટી વિસ્તારમાં શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનુ બહેનોનું ખુબ જ સુંદર અને ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેક વિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્ય પંચાબ્દી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે અહીંયા સુંદર કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તેના આજે પ્રથમ દિવસે કથાના મુખ્ય યજમાન શ્રી સતિષભાઈ ગોવિંદભાઇ પટેલ પરિવારના નિવાસ્થાનેથી અલૌકિક શોભાયાત્રા તથા પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમગ્ર વિસ્તારના હરિ ભક્તો સહીત સંતો મહંતો જોડાયા હતા.
આ પંચાબ્દી મહોત્સવ 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમા કથામાં રામ જન્મ સહિતના ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મહોત્સવના મુખ્ય યજમાન શ્રી સતિષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Baheno Panchavati Arranged Panchabdi Mahotsav 2024
Shree Swaminarayan Mandir, Baheno, Panchavati, Panchabdi Mahotsav, 2024,