ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બિલોદરા ગામ ખાતે શ્રી ભવાની માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, જેમાં શ્રી ભવાની માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 25 વર્ષે પૂર્ણ થતા અહીંયા ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દિવસે આજરોજ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
આ દ્વિદિવસિય મહોત્સવ 4 તથા 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા સહિત રાત્રિના સરકાર સમારંભ અને સત્સંગ સમારંભ નું આયોજન કરવામાં આવ્યું છે તથા આવતીકાલે મહા નવચંડી યજ્ઞનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10,000 થી વધારે ભાવિક ભક્તો માતાજીના નિજ મંદિરના દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણશે ત્યારબાદ રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી રાસ ગરબા નું પણ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર ખુશ્બુબેન આસોડિયા દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી અશ્વિનસિંહજી ચાવડા, શ્રી જીગરભાઈ રાવલ તથા શ્રી ભવરસિંહજી ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bhavani Mataji Mandir Bilodara Mansa Celebrated Rajat Jayanti Mahotsav 2024

Shree Bhavani Mataji Mandir, Bilodara, Mansa, Gandhinagar, Rajat Jayanti Mahotsav, 2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed