ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પોરડા ભાટેરા ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનું ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી સ્વામિનારાયણ હનુમાનજી મંદિર આવેલું છે, જ્યાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી હનુમાનજી તથા શ્રી ગણપતિજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને પાંચ વર્ષે પૂર્ણ થતાં અહીંયા ભવ્ય પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા ગુરુ આશિષ મહોત્સવ તથા શ્રીમદ્દ સત્સંગીભૂષણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે.
આ સાત દિવસનો કાર્યક્રમ ૭ ફેબ્રુઆરીથી શરૂઆત થઈને ૧૩ ફેબ્રુઆરીના રોજ વિરામ પામશે, જે મહોત્સવમાં અનેક વિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓ સહિત સમુહ લગ્નનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સદગુરુ સ્વામી શ્રી વાસુદેવચરણ સ્વામીજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Hanumanji Mandir Porda Bhatera Celebrated Panchabdi Mahotsav 2024
Shree Swaminarayan Hanumanji Mandir, Porda Bhatera, Bhatera, Porda, Kathlal, Kheda, Panchabdi Mahotsav, 2024,