તાલુકા જિલ્લા મહેસાણાના લિંચ ગામ ખાતે શ્રી સધી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે સમસ્ત ગ્રામજનોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે અને તેથી જ અહીંયા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ચૈત્ર સુદ તેરસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આ વર્ષે મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા સમસ્ત ભગત વાસ પાટીદાર સમાજ દ્વારા ભવ્ય દ્વિદશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ દ્વિદશાબ્દિ મહોત્સવ 1 થી 3 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં સાથે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ ગરબા તથા શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રમણભાઈ પટેલ શ્રી સેંધાભાઈ પટેલ તથા શ્રી ભીખાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sadhi Mataji Mandir Linch Mehsana Arranged Dridashabdi Mahotsav 2023
Shree Sadhi Mataji Mandir, Linch, Mehsana, Dridashabdi Mahotsav, 2023,