ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ ખાતે શ્રી મહાકાળી માતાજી નું ખૂબ જ સુંદર નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો હતો, જેમાં આજરોજ પ્રાયશ્ચિત વિધિ બાદ યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
સમગ્ર પ્રતિષ્ઠા મહોત્સવ ૨ થી ૪ એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ સહિત દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તથા તૃતીય અને અંતિમ દિવસે શ્રી મહાકાળી માતાજીની દિવ્યમૂર્તિની નિજ મંદિરમાં ૧૨.૩૯ના સમયે પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ અને સમગ્ર ગ્રામજનોના ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી કેસરીસિંહજી ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Pran Pratishtha Mahotsav Vasna Sogathi Dehgam
Shree Mahakali Mandir, Pran Pratishtha Mahotsav, Vasna Sogathi, Dehgam, Gandhinagar,