પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જાલેશ્વર પાલડી ગામ ખાતે લામકા પરિવાર દ્વારા શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે,જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય જળયાત્રા તથા શોભાયાત્રા સાથે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી કૌશિકભાઇ ભરવાડ તથા શ્રી વિપુલ સુસરા દ્વારા ભવ્ય રાસ ગરબા નું આયોજન કરાવ્યું હતું તથા દ્રીતીય દિવસે યજ્ઞ સહિત રાત્રિના ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય વીર શ્રી રાજભા ગઢવી દ્વારા સુંદર લોક ડાયરોની જમાવટ કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.
કાર્યક્રમમાં તૃતીય અને અંતિમ દિવસે માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં નિજ મંદિરમાં શ્રી મેલડી માતાજી ની સાથો સાથ શ્રી શક્તિ માતાજી તથા શ્રી સિકોતર માતાજીને નીજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રી શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરાયુ છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતો સહિત સામાજિક અને રાજકીય આગેવાનો તથા ભાવિક ભક્તો જોડાશે, ચતુર્થ તથા અંતિમ દિવસે માતાજીના મંદિરના દિવ્ય સાનિધ્યમાં નવ બાળકોની ચૌલ ક્રિયા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મુખ્ય યજમાન તથા આયોજક શ્રી સુરજભાઈ લામકા દ્વારા આપવામાં આવી હતી જેમાં તેમણે તેમના માતા પિતાની દિવ્ય પ્રેરણાથી આ મંદિરનું નિર્માણ કર્યું છે, એવું જણાવ્યુ હતું.
કાર્યક્રમની વિસ્તૃત માહિતી યજ્ઞના આચાર્યશ્રી શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય તથા પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી

જુઓ સંપૂર્ણ એપિસોડ

Lamka Parivar Jaleshwari Paldi Patan Arranged Shree Meldi Mataji, Shree Shakti Mataji, Shree Sikotar Mataji Mandir Pran Pratishtha Mahotsav 2023
Lamka Parivar, Jaleshwari Paldi, Patan, Shree Meldi Mataji, Shree Shakti Mataji, Shree Sikotar Mataji Mandir, Pran Pratishtha Mahotsav, 2023, Suraj Lamka,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed