ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાના મુવાડા ગામ ખાતે શ્રી મેલડી માતાજી તથા શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી તથા શ્રી જોગણી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, ગામના સ્વં. શ્રી બદેસિંહ અભેસિંહ સોલંકી સહપરિવાર દ્વારા માતાજીની તિથિ નિમિત્તે પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના આજરોજ પ્રથમ દિવસે લોકગાયક શ્રી કિશન ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ દ્રિદિવસીય કાર્યક્રમ 30 અને 31 માર્ચ દરમ્યાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે રાસ ગરબા સહિત દ્વિતીય દિવસે ભવ્ય યજ્ઞ પૂજન અને રાત્રિના શેરડીના શક્તિ અને ભક્તિરૂપી માંડવાનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત કામના સરપંચ શ્રી કૌશિક વ્યાસ તથા શ્રી દિલીપસિંહ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Sv. Shree Badesinh Abhesinh SahParivar Celebrated 1st Patotsav of Shree Meldi Mataji and Shree Jogani Mataji Mandir Nana Muvada Singhali Kapadvanj


Sv. Shree Badesinh Abhesinh SahParivar, 1st Patotsav, Shree Meldi Mataji, Shree Jogani Mataji Mandir, Nana Muvada, Singhali, Kapadvanj,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed