પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાઘેલ ગામ ખાતે ઐતિહાસિક એવું શ્રી સિદ્ધેશ્વરી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે સમગ્ર ગ્રામજનો તથા ભાવિક ભક્તોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે અને એ થકી જ અહીંયા ખૂબ જ ભવ્ય ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, ચૈત્ર સુદ દશમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવચંડી યજ્ઞ તથા ભોજન પ્રસાદ અને માતાજીના દિવ્ય દર્શન તથા પૂજન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સહિત સમગ્ર ગ્રામજનો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સુરેશભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Sidhdheshwari Meldi Mataji Mandir Vaghel Harij Celebrated 7th Patotsav 31.03.2023
Shree Sidhdheshwari Meldi Mataji Mandir, Vaghel, Harij, 7th Patotsav, 31.03.2023,