તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ધામ ખાતે ચિકાપુરા વિસ્તારમાં શ્રી લીલીવાડી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિર પ્રત્યે શ્રદ્ધાળુઓને ખૂબ જ આસ્થા અને વિશ્વાસ છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિર ખાતે ચૈત્ર સુદ દશમના રોજ ભવ્ય શિખર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા તથા બપોરે માતાજીના નીજ મંદિર ઉપર દિવ્ય શિખરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જે નિમિત્તે અહીંયા 21 કુંડીય મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાત્રિના ભવ્ય રાસ ગરબા મહોત્સવ યોજાયો હતો, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દિવ્યાબેન ચૌધરી દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત માતાજીના સેવક શ્રી કનુસિંહ રાઠોડ, શ્રી મહોતજી તથા શ્રી દલાજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Lilivadi Jogani Mataji Mandir Shikhar Pran Pratishtha Mahotsav on Chaitra Sud Dasham 31.03.2023
Shree Lilivadi Jogani Mataji Mandir Shikhar Pran Pratishtha Mahotsav on Chaitra Sud Dasham 31.03.2023