મહેસાણા જીલ્લાના કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે મેડા આદરજ સમસ્ત ગામ દ્વારા સુંદર દ્વિતીય સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનુ આજરોજ આયોજન કરવામા આવ્યું હતુ, જેમાં કુલ ૬૧ નવયુગલોએ પ્રભુતામા પગલાં માંડ્યા હતા, સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધી યોજાઈ હતી, ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામા આવી હતી, જેમા ખૂબ જ મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.
સમૂહ લગ્નના ખર્ચના મુખ્ય દાતા શ્રી નરેન્દ્રભાઈ પટેલ નો સમગ્ર ગ્રામજનો દ્વારા આ સુંદર ભગીરથ કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, અને આવા જ ભગીરથ કાર્યો ફરીથી ગામમાં યોજાય એવી નરેન્દ્રભાઈ પટેલને વિનંતી પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી નરેન્દ્રભાઈ પટેલ શ્રી રામાજી ઠાકોર તથા અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Meda Adraj Gam Arranged 2nd Sarvagyatiya Samuh Lagnotsav 10.03.2023
Meda Adraj, Samuh Lagnotsav, 10.03.2023, Kadi, Mehsana,