ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પાંચ હાટડી બજારમાં ઐતિહાસિક શ્રી રામજી મંદિર મોટુ આવેલું છે લ, કહેવાય છે કે આ મંદિર 200 વર્ષથી પણ વધારે પુરાણું છે, અત્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા ભવ્ય નુતન શ્રી રામજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ત્રીદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, તથા દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન અને આજે અંતિમ દિવસે શ્રી રામ પરિવાર, શ્રી રાધાકૃષ્ણજી તથા શ્રી લક્ષ્મીનારાયણજી ની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર શહેરના ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા. સમગ્ર મહોત્સવ દરમિયાન રાત્રિના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, શ્રી લાલજી મહારાજ તથા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Punah Pran Pratishtha Mahotsav of Shree Ramji Mandir Motu Kalol
Punah Pran Pratishtha Mahotsav, Shree Ramji Mandir, Motu, Kalol,