અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના સિંગરવા ગામ ખાતે શ્રી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, અહીંયા શ્રી જોગણી માતાજીની સાથોસાથ શ્રી મહાકાળી તથા શ્રી દશામાં પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન થયા છે ,આજરોજ મંદિરનો ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા, યજ્ઞ, તથા ફોટો પ્રતિષ્ઠા અને રાત્રિના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પૂર્વ ગૃહમંત્રી તથા ધારાસભ્ય માનનીય શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ વિશેષ ઉપસ્થિત રહીને માતાજીના દિવ્ય દર્શન કર્યા હતા ત્યારબાદ લોક ગાયક શ્રી અશોક ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો ગરબે ઘૂમ્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કુંજનસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ
Shree Jogani Mitra Mandal Singarva Arranged Photo Pran Pratishtha Mahotsav of Shree Jogani Mataji, Shree Mahakali Mataji & Shree Dasha Mataji At Singarva Village Dascroi Ahmedabad
Shree Jogani Mitra Mandal Singarva, Photo, Pran Pratishtha Mahotsav, Shree Jogani Mataji, Shree Mahakali Mataji, Shree Dasha Mataji, At Singarva, Village Dascroi, Ahmedabad, Mandir Pran Pratishtha Mahotsav,