ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે રજત જયંતિ મહોત્સવ દિવાળી પછી 30 ઓક્ટોબર થી 1 નવેમ્બર દરમિયાન યોજાશે, જેમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તથા રાત્રિના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લ્હાવો લેવા માટે દેશ વિદેશથી ગ્રામજનો તથા સ્નેહીજનો પધારશે.
રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષ્મા આજરોજ ડીંગુચા ખાતે ધર્મ ધજાનુ આરોહણ કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે ધર્મ ધજા નું આરોહણ કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા તથા માતાજીના દર્શન કરીને પ્રસાદનો લાભ લીધો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ગામના શ્રી ભોળાભાઈ પટેલ તથા શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Brahmani Mataji Mandir Dingucha Arranged Dharma Dhaja Aarohan for Upcoming Rajat Jayanti Mahotsav
Shree Brahmani Mataji Mandir Dingucha, Dingucha, Kalol, Gandhinagar, Dharma Dhaja Aarohan, Rajat Jayanti Mahotsav, Brahmani Dingucha,