સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જીતોડ ગામ ખાતે શ્રી દીપેશ્વરી માતાજીનુ સુંદર અને ભવ્ય નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જે મંદિરને શ્રી ગંગાગેમરના ઓરતાની દીપો માઁ મંદિર તરીકે પણ ઓળખવામા આવે છે, અહીંયા શ્રી દિપેશ્વરી માતાજી ની સાથોસાથ શ્રી ગોગા મહારાજની દિવ્ય પ્રતિમાઓનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્યથી ભવ્ય લોક ડાયરો તથા દ્વિતીય દિવસે અતિ ભવ્ય રાસ ગરબા અને તૃતીય અને અંતિમ દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા યજ્ઞ પ્રારંભ તથા દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સહિત સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
આ ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૭ થી ૨૯ જુલાઈ સુધી યોજાયો હતો, જેમા ગુજરાતના દરેક ખ્યાતનામ કલાકારો તથા સાધુ સંતો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી માતાજીના સેવક શ્રી ગેમરભાઈ ભુવાજી દ્વારા આપવામાં આવી હતી જ્યાં ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી ગમનભાઈ સાંથલ પણ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Dipeshwari Mataji Mandir Pran Pratishtha Mahotsav Jitod Himatnagar
Shree Dipeshwari Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Jitod, Himatnagar, Jetod, Sabarkantha, GangaGemar na Orta ni Dipo, DipoMa Santhal, Gaman Santhal, Dipoma, Goga Maharaj,