મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ માં લુણી પરિવાર દ્વારા રબારીવાસ ખાતે સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેના પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતુ, ત્યારબાદ દ્વિતીય દિવસે 12:39 કલાકે શ્રી બાણમાં, શ્રી ગોગા મહારાજ, શ્રી ચેહર માતાજી તથા શ્રી સધી માતાજી અને શ્રી મેલડી માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા સાંજે પુર્ણાહુતી કરવામાં આવી હતી, તથા રાત્રીના માતાજી શક્તિ અને ભક્તિ રૂપી રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જે પ્રસંગમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી ઈશ્વરભાઈ દેસાઈ તથા ગામના શ્રી ખોડાજી ઠાકોર અને ભૂદેવ શ્રી નીતિનભાઈ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં માતાજીના સેવક શ્રી લલ્લુભાઈ દેસાઇ સહિત સમગ્ર સેવકગણ હાજર રહ્યા હતા.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Luni Parivar Fuletra Arranged Pran Pratishtha Mahotsav of Shree Baan Maa, Shree Goga Maharaj, Shree Chehar Maa, Shree Sadhi Maa, Shree Meldi Maa 14.02.2022


Luni Parivar Fuletra, Rabari Vaas Fuletra, Fuletra, kadi, Mehsana, Online Gujarat News, Pran Pratishtha Mahotsav, Shree Baan Maa, Shree Goga Maharaj, Shree Chehar Maa, Shree Sadhi Maa, Shree Meldi Maa, 14.02.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *