અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા ગામ ખાતે રાજ રાજેશ્વરી શ્રી લીમ્બચ માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જે મંદિરનું સંપૂર્ણ સંચાલન શ્રી લીમ્બચીયા સમાજ સવાસો જૂથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે મહા સુદ પૂનમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ભવ્યાતિભવ્ય 23મા દિવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી યજ્ઞ પૂજન કરવામા આવ્યું હતું અને ત્યાર બાદ મહાઆરતી યોજાઇ હતી, જેમાં સમસ્ત જ્ઞાતિબંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પ્રમુખશ્રી ચંદુભાઈ પારેખ તથા શ્રી વસંતભાઈ વાણંદ સહિત અન્ય ટ્રસ્ટી જનો દ્વારા આપવામાં આવી હતી.
તો આવો મહા સુદ પૂનમના દિવ્ય દિવસે કરીએ દર્શન આંબલીયારા ગામ ખાતે બિરાજમાન શ્રી લીમ્બચ માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree limbachiya Samaj Savaso Jhuth trust Ambaliyara arranged 23rd Patotsav of Shree Limbach Mataji Mandir on Maha sud punam 16.02.2022
Shree limbachiya Samaj Savaso Jhuth trust Ambaliyara, Nayee Samaj, Valand Samaj, 23rd Patotsav, Shree Limbach Mataji Mandir, Maha sud punam, 16.02.2022, Bayad, Arvalli, Limbach Mandir Ambaliyara