સમગ્ર ગુજરાતના શ્રી ઉમિયા માતાજીના દર્શનના સંકલ્પને લઈને આજે પ્રથમ દિવસે ઊંઝાના માઁ ઉમિયાના દર્શન કર્યા બાદ લોકગાયક શ્રી સાગર પટેલની ઉમિયા દર્શન સંકલ્પ યાત્રા અમદાવાદ નજીકના જાસપુરમા આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે આવી પહોંચી હતી, જ્યાં શ્રી સાગર પટેલે પરિવાર સાથે મા ઉમિયાના દર્શન કર્યા હતા.