ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે ગુજરાત ઠાકોર (ક્ષત્રિય) મંડળ દ્વારા ૩૪મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી તથા સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ હર્ષ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ તથા સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન શ્રી કાંતિજી ભીખાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
Gujarat Thakor Mandal Arranged 34th Samuh Lagnotsav At Nasmed On 23.02.2025