પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેર ખાતે હાઇવે ઉપર જ શ્રી નરનારાયણ દેવ દેશ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર મહાતીર્થ નગર સિધ્ધપુર ધામ આવેલું છે, જ્યાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, અહીંયા સાથો સાથ શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી સહજાનંદ સ્વામી પણ મંદિરમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નીલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા કથા મહોત્સવ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને હરિભક્તો જોડાઈને કથાનો દિવ્ય લાભ લે છે.
આ કાર્યક્રમ ૧૮ ફેબ્રુઆરીથી શરૂઆત થઈને ૨૩ ફેબ્રુઆરી ના રોજ પૂર્ણાહૂતી થશે, મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી કુંજ વિહારી દાસજી સ્વામી દ્વારા આપવામાં આવી હતી.
Shree Swaminarayan Mandir Mahatirth Nagar Sidhpur Dham Arranged Bhavya Pranpratishtha Mahotsav On 22.02.2025