ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ભુમસસીયા ગામ ખાતે નોગોહ પરિવાર દ્વારા ભવ્ય શ્રી વાઘોવાળી ધામ મંદિર નિર્માણ થયુ છે, જેનો બે દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત રાત્રિના લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે સમસ્ત ભુવાજી શ્રીઓ તથા સંતો મહંતોના સન્માન સહિત માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાઈ હતી તથા સાંજે અને રાત્રીના ભવ્ય શક્તિ અને ભક્તિરૂપી રમેલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી બાબુભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Nogoh Parivar Arranged Pran Pratishtha Mahotsav of Shree Vaghavali Dham Mandir Bhumasiya Dehgam 08.01.2025