અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામના દેવભૂમિ રમણ ધામ શ્રી શિવ ગોરખનાથજી ની જગ્યા ખાતે પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુના દિવ્ય સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો પણ આયોજન કરવામાં આવે છે, એ જ રીતે સમગ્ર શ્રવણ માસ દરમિયાન અહીંયા રામધુનનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે શ્રાવણ માસના પ્રથમ દિવસથી અંતિમ દિવસ એટલે કે શ્રાવણ વદ અમાસ સુધી ભાવિક ભક્તો દ્વારા અહીંયા અખંડ રામધૂન કરવામાં આવી હતી તથા ભક્તો માટે અવિરત ભોજન પ્રસાદનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, અને શ્રાવણ મહિનાના પાંચમા સોમવાર તથા સોમવતી અમાસના દિવ્ય દિવસે અખંડ રામધૂનના વિરામ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે દરેક પધારેલ ભાવિક ભક્તોને વિશેષમાં તેમના આંગણામાં વાવીને શિવ પૂજા અર્ચના કરી શકે એવા બીલીવૃક્ષ ભેટ સ્વરૂપે નિશુલ્ક આપવામાં આવ્યા હતા, તથા સન્માન સમારોહ અને આરતી પૂજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીવાપુરા ગામ સહીત સમગ્ર પંથકમાંથી હજારો ભાવિક ભક્તોએ જોડાઈને બાપુના દર્શન નો લાભ લઈને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
પરમ પૂજ્ય બાલકનાથ બાપુ ના જણાવ્યા અનુસાર આગામી વર્ષ 2025 મા 2 ફેબ્રુઆરી થી લઈને 9 ફેબ્રુઆરી સુધી નૂતન મંદિરનો શિલાન્યાસ સમારોહ તેમજ પૂજ્ય મા કનકેશ્વરી દેવીજીની કથા અને મહારુદ્ર યાગનું આયોજન રમણધામ ખાતે થશે , જેમાં સમગ્ર સમારોહના ભોજન પ્રસાદનું આયોજન ખોડિયાર ગામના શ્રી ભાથીભાઇ હરજીબાપા પરિવાર દ્વારા કરાયું છે, તથા સમસ્ત ભારતવર્ષના સમગ્ર સાધુ સંતો મહંતોને ભેટ તરીકે એક એક બ્લેન્કેટ તથા સંતોને એક એક બેઞ દિયોદર તાલુકાના કુવાતા ગામના શ્રી દશરથભાઈ દેસાઇ તરફથી આપવામાં આવશે અને મા કનકેશ્વરી દેવીજી ની કથાના મુખ્ય યજમાન થવાનો શ્રેય શ્રી હિતેષભાઇ જયંતીભાઈ પંચાલ બિલ્ડરને મળ્યો છે,

જુઓ સંપૂર્ણ એપિસોડ

Akhand Ram Dhun during Shraavan Maas at devbhumi Raman Dham Jivapura Detroj Ahmedabad

Akhand Ram Dhun, Shraavan Maas, devbhumi Raman Dham, Jivapura, Detroj, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *