ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઘમીજ ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનુ ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા ત્રીદિવસીય શ્રીમદ્દ સત્સંગીભૂષણ કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી વાસુદેવચરણ સ્વામીજી પોરડા દ્વારા ભવ્ય કથાનું રસપાન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામા હરી ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય મહોત્સવ 27 થી 29 મે દરમિયાન યોજાયો હતો, જેમાં જન્મોત્સવ સહિત રાત્રિના રાસ ગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમની પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ તથા સંતો મહંતો અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્રપ્રસાદ મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ગામના હરિભક્ત શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Swaminarayan Mandir Ghamij Celebrated Rajat Jayanti Mahotsav 2024
Shree Swaminarayan Mandir, Ghamij, Dehgam, Gandhinagar, Rajat Jayanti Mahotsav, 2024,