તાલુકા જિલ્લા મહેસાણાના રૂપાલ હરીપુરા ગામ ખાતે શ્રી ગુરુ મહારાજના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી શ્રી રામજી મંદિર તથા શ્રી ઉમિયા માતાજી મંદિર તથા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેના ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજરોજ સુંદર યજ્ઞ શાળાના પ્રવેશ બાદ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ભાવિક ભક્તો સહિત ગ્રામજનો જોડાયા હતા.
આ ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 31 મેથી ૨ જૂન દરમ્યાન યોજાશે, જેમાં યજ્ઞશાળા તથા શોભાયાત્રા, જલયાત્રા લોકડાયરો, રાસ ગરબા સહિત સામાજિક નાટકનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, તથા અંતિમ દિવસે શ્રી રામ દરબાર, શ્રી ઉમિયા માતાજી તથા શ્રી નીલકંઠ મહાદેવજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી લાલજીભાઈ પટેલ તથા શ્રી ભીખાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ramji Mandir Pran Pratishtha Mahotsav Rupal Haripura Mehsana
Shree Ramji Mandir Pran Pratishtha Mahotsav Rupal Haripura Mehsana