અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના હાથીજણ ગામ ખાતે શ્રી વારાહી માતાજીનુ ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં ભવ્ય નવીન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રયાશ્ચિત વિધી સહીત યજ્ઞશાળાનો પ્રારંભ થયો હતો જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આનંદના ગરબા મહોત્સવ તથા ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે, તથા અંતિમ દિવસે નિજ મંદિરમાં શ્રી વારાહી માતાજીની સાથોસાથ શ્રી ભાથીજી મહારાજ, શ્રી હનુમાનદાદા, શ્રી ગણપતિ દાદા તથા કાલ ભૈરવદાદાની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં સમગ્ર ગામજનો સહીત ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમોની વિગત ગામના શ્રી રમેશભાઈ પટેલ તથા શ્રી શૈલેષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Varahi Mataji Murti Pran Pratishtha Mahotsav Hathijan Gam Daskroi Ahmedabad
Shree Varahi Mataji Mandir, Murti Pran Pratishtha Mahotsav, Hathijan Gam, Daskroi, Ahmedabad,