તાલુકા જિલ્લા ગાંધીનગર ના કોલવડા ગામ ખાતે પ્રસિદ્ધ શ્રી કમળાબા ની મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે માતાજીના દર વર્ષે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એમ આ વર્ષે 13 માં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મંદિર ખાતે યજ્ઞ પૂજન અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય અને દિવ્ય એવા રજવાડી માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પ્રવિણ લુણી દ્વારા માતાજીના સુંદર ગુણલા ગાવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
માતાજીના સેવક શ્રી સંજય સિંહ વાઘેલા પર ભક્તોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે, જેની સંપૂર્ણ માહિતી શ્રી અશ્વિનસિંહજી, શ્રી વિજયસિંહજી વાઘેલા, કચ્છ થી પધારેલ શ્રી મનુભા વાઘેલા તથા પ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી પ્રવીણ લુણી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kamlabani Meldi Mataji Mandir Celebrated 13th Patotsav at Kolavada Gandhinagar 30.03.2024


Shree Kamlabani Meldi Mataji Mandir, 13th Patotsav, Kolavada, Gandhinagar, 30.03.2024,

ગાંધીનગર : કોલવડા ગામ ખાતે આવેલ શ્રી કમળાબાની મેલડી માતાજી મંદિરે યોજાયો ૧૩મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય અને દિવ્ય રજવાડી માંડવો ૩૦.૦૩.૨૦૨૪

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed