તાલુકા જિલ્લા મહેસાણાના ચરાડુ ગામ ખાતે નીચાળા વાસમા સમસ્ત સાઈઠ ઘર પરિવારનું ખૂબ જ સુંદર શ્રી જોગણી માતાજીનું મંદિર આવેલું છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે સમસ્ત 60 ઘર પરિવાર દ્વારા અહીંયા માતાજીના પ્રથમ દિવ્ય પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.
આ દ્વિદિવસીય મહોત્સવ 27 તથા 28 માર્ચ દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રાની સાથોસાથ સાંજે સંતોના સામૈયા તથા સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું છે અને દ્વિતીય દિવસે માતાજીના દિવ્ય નિજમંદિર ખાતે નવચંડી યજ્ઞ અને રાત્રીના શક્તિ અને ભક્તિ રૂપી રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી લાભુજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast 60 Ghar Parivar Charadu Arranged 1st Patotsav of Shree Jogani Mataji Mandir 2024
Samast 60 Ghar Parivar, Charadu, 1st Patotsav, Shree Jogani Mataji Mandir, Charadu, Mehsana, 2024,