ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બિલોદરા ગામ ખાતે મોટા ઠાકોરવાસમાં શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે ભક્તોને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે, જ્યાં કહેવાય છે કે પથરી જેવી બીમારીઓને પણ માતાજીના સેવિકા શ્રી લીલાબા દ્વારા રાહત કરી આપવામા આવે છે.
મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવો યોજાય છે, એ જ રીતે આજરોજ મંદિરે ૧૫માં ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા બપોરે ભોજન સમારંભ તથા શાળાના બાળકોના બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર જયેશ ખરવાડા દ્વારા માતાજીના સુંદર ગુણલા ગાવામાં આવ્યા હતા, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત અને મંદિર વિશેની સંપૂર્ણ માહિતી ભુવાજી શ્રી કુંવરજી, વજાજી, વિષ્ણુજી તથા લીલાબા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Meldi Mataji Mandir Moto Thakor Vaas Bilodara Mansa Celebrated 15th Patotsav 27.03.2024
Shree Meldi Mataji Mandir, Moto Thakor Vaas, Bilodara, Mansa, 15th Patotsav, 27.03.2024,