ગાંધીનગરના જિલ્લાના અડાલજ ખાતે આવેલ ટહુકાની ચેહર માતાજી મંદિર ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને શેરથા નજીક ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલના નિર્માણ અર્થે જમીન ફાળવવામાં આવી છે, જે જમીનનું પ્રીમિયમ ભરવાના હેતુથી તથા ત્યાં નવીન શૈક્ષણિક સંકુલના નિર્માણ અર્થે સંસ્થા દ્વારા સમસ્ત ગુજરાતના ભાઈઓ પાસેથી દાન ની અપીલ કરવામાં આવી હતી, જેના સંદર્ભે જે દાતાશ્રીઓ દ્વારા દાન લખાવવામાં આવ્યું છે, તે દાતાશ્રીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સહિત હજારો સમાજ બંધુઓ જોડાયા હતા, જેમના દ્વારા સવારે સરકારે ફાળવેલી જગ્યા પર મુલાકાત કરવામાં આવી હતી તથા ત્યારબાદ અડાલજ ખાતે મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી અનિલભાઈ પ્રજાપતી તથા રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Samast Prajapati Samaj Gujarat Arranged Honour of Donors of Prajapati University at Shertha 17.03.2024
Samast Prajapati Samaj Gujarat, Honour of Donors, Prajapati University, Shertha, 17.03.2024, Gandhinagar, Adalaj, Tahukani Chehar, Shaikshanik Sankul,