કપડવંજ જિલ્લાના ખેડા તાલુકાના બોભા ગામ ખાતે હાઈવે ઉપર જ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવજીની બાજુમાં ખૂબ જ દિવ્ય અને ભવ્ય એવું શ્રી બહુચર ધામ બોભા આવેલું છે, જ્યાં શ્રી બહુચર માતાજી ખૂબ જ તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે. એ જ રીતે ફાગણ સુદ સાતમનો અહિયાઓ રૂડો મહિમા છે, જ્યાં આજરોજ માતાજીના દિવ્ય અને ભવ્ય એવા પાંચમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી મંદિર ખાતે નવચંડી યજ્ઞ તથા નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સામુહિક બાળકોના ચૌલક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી સંજય સિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bahuchar Dham Bobha Kapadvanj Celebrated 5th Patotsav on 16.03.2024

Shree Bahuchar Dham, Bobha, Kapadvanj, 5th Patotsav, 16.03.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed