ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે શ્રી જહુ મેલડી ધામ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો શ્રી રણજીતસિંહ વાઘેલા પરિવાર દ્વારા ભવ્ય દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા તથા રાત્રિના રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્રીતીય દિવસે મંદિરના દિવ્ય સાનિધ્યમાં સવારથી નવચંડી યજ્ઞ તથા 12.39 ના સમયે માતાજીની દિવ્ય પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગ્રામજનો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈને માતાજી નવીન નિજ મંદિરના દિવ્ય દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવકશ્રી રણજીતસિંહ વાઘેલા, શ્રી મહિપતસિંહ વાઘેલા, શ્રી કેશુ વાઘેલા તથા શ્રી અંબુજી વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shri Ranjeetsinh Vaghela Parivar Balva arranged Pran Pratishtha Mahotsav of Shri Jahu Meldi Dham Mandir at Balva Mansa 2024
Shri Ranjeetsinh Vaghela Parivar, Balva, Pran Pratishtha Mahotsav, Shri Jahu Meldi Dham Mandir, Balva, Mansa, 2024,