પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામ ખાતે મેન હાઇવે ઉપર શ્રી ઉત્તર ગુજરાત ચોરાસી પ્રજાપતિ સમાજનુ સુંદર સંકુલ આવેલું છે, જ્યાં અનેક રીતે સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે સમૂહ લગ્નનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે, એવી જ રીતે આજરોજ ૨૩ માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અહીંયા ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ ભોજન સમારંભ અને સરકાર સમારંભ બાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ સહિત હજારો સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી મનહરભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Uttar Gujarat Chorasi Prajapati Kelavni Mandal Lanva Arranged 23rd Samuh Lagnotsav on 18.02.2024
Shree Uttar Gujarat Chorasi Prajapati Kelavni Mandal, Lanva, 23rd Samuh Lagnotsav, 18.02.2024,