તાલુકા જિલ્લા ગાંધીનગરના પેથાપુર ગામની હોટેલ ઘૂંઘટ પાછળ આવેલ શ્રી કેસર ભવાની ચેહર માતાજીના રજવાડા ખાતે શ્રી ચતુરબાના ઓરતાની શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં મંદિરના ખૂબ જ સુંદર પરિસરમાં શ્રી બ્રહ્માણી માતાજીનું પણ સુંદર મંદિર આવેલું છે તથા માતાજીના સેવક શ્રી બકાજી ડાભીના માતૃશ્રી તથા પિતૃશ્રી સહિત અન્ય દેવી-દેવતાઓ પણ અહીંયા બિરાજમાન છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે વસંત પંચમી નો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના પ્રથમ પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી અહીંયા નવચંડી યજ્ઞ તથા રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી બકાજી ડાભી તથા શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Chaturba na Ortani Shree Chehar Mataji Mandir Celebrated Vasant Panchami Mahotsav at Shree Kesar Bhavani Chehar Mataji nu Rajvadu Behind Hotel Ghunghat pethapur Gandhinagar
Chaturba na Ortani Shree Chehar Mataji Mandir, Vasant Panchami Mahotsav, Shree Kesar Bhavani Chehar Mataji nu Rajvadu, Behind Hotel Ghunghat, pethapur, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed