ગાંધીનગર નજીકના પેથાપુર ગામ ખાતે ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ તથા ગાંધીનગર શહેરના રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે ૨૬ માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૩૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી તથા સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખુબ જ હર્ષ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી મહિપતસિંહજી વાઘેલા તથા શ્રી ભરતસિંહ બિહોલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Gandhinagar Jilla Rajput Samaj Seva Trust Arranged 26th Samuh Lagnotsav 11.02.2024
Gandhinagar Jilla Rajput Samaj Seva Trust, 26th Samuh Lagnotsav, 11.02.2024,