શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના નવીન મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાઈ રહ્યો છે, ત્યારે તેની દિવ્ય પ્રેરણા લઈને મહેસાણા જિલ્લાના કડી શહેરના દેત્રોજ રોડ ઉપર આવેલ શ્રી રામજી મંદિર ખાતે ત્રીદિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોજ રાત્રે ભજન સત્સંગ સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેના આજે અંતિમ દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા તથા બપોરે બે વિશાળ એલઇડી મૂકીને અયોધ્યાના સંપૂર્ણ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સમગ્ર પધારેલ ભાવિક ભક્તો માટે આયોજન કરાયું હતું, ત્યારબાદ સમગ્ર ભાવિક ભક્તોના ભોજન પ્રસાદ સહિત પ્રાણ પ્રતિષ્ઠા ના સમયે નિજ મંદિર પરિસરમાં ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી, જેના મુખ્ય યજમાન બનવાનું સૌભાગ્ય કડી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના ચેરમેન શ્રી નીતિનભાઈ પટેલને મળ્યું હતું, જે મહા આરતીના સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત અનેક સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત લોકસાહિત્યકાર શ્રી સુખદેવભાઈ ગઢવી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramji Mandir Detroj Road Kadi Arranged Bhavya Ram Utsav on Occasion of Ayodhya Ram Mandir Pran Pratishtha Mahotsav

Shree Ramji Mandir, Detroj Road, Kadi, Mehsana, Bhavya Ram Utsav, Ayodhya Ram Mandir, Pran Pratishtha Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed