કલોલ : કપિલેશ્વર મહાદેવનાનવા સ્વરૂપ નિમિત્તે સમગ્ર કલોલ શહેરમાં યોજાઇ ભવ્ય નગરયાત્રા
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ઐતિહાસિક એવુ શ્રી કપિલેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, આ મંદિરમાં કપિલેશ્વર મહાદેવજી નવા સ્વરૂપની સ્થાપના કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અહીંયા 17 તારીખે રાજભા ગઢવી ના લોક ડાયરા નું તથા આજરોજ 19 જાન્યુઆરીના રોજ સમગ્ર કલોલ નગરમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જે શોભાયાત્રા શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને સમગ્ર કલોલમાં પરિભ્રમણ કરીને છેલ્લે પંચવટીના શ્રી સોમેશ્વર મંદિર ખાતે પધારી હતીz જ્યાં કમળા અમૃત ડેવલોપપર્સ ના શ્રી રાજેશભાઈ અમૃતભાઈ પટેલ પરિવાર દ્વારા સમગ્ર ભાવિક ભક્તો તથા પધારેલ સાધુ સંતોનાના ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન રાજેશભાઈ દ્વારા તેમના પિતાના સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે 22 જાન્યુઆરીના રોજ આ દિવ્ય અને મહા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી પ્રહલાદભાઈ પટેલ મુખી તથા શ્રી મનસુખભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Kapileshwar Mahadev Kalol Pran Pratishtha of New Swaroop
Shree Kapileshwar Mahadev Kalol, Pran Pratishtha Mahotsav, New Swaroop,