અમદાવાદમાં શ્રી રામ જાનકી પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ દર વર્ષે કરવામાં આવે છે, એમ જ દર વર્ષે મહેંદીપુરના બાલાજી ભગવાનના વાર્ષિકોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે, એ જ રીતે બોડકદેવ વિસ્તારમાં આજરોજ ભવ્ય ૧૬માં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે અયોધ્યાના રામ મંદિર પર એક થીમ રજૂ કરવામાં આવી હતી, જેમાં રામ મંદિરની પ્રતિકૃતિ તથા સમસ્ત પંડાલને રામ મંદિરની થીમ ઉપર બનાવવામા આવ્યો હતો, જેમાં સવારે અલ્પાહાર બાદ સુંદરકાંડ અને હવનોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તથા બપોરે ભંડારા સહિત રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભજનોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી પંકજભાઈ અગ્રવાલ તથા શ્રી મહેશભાઈ પારેખ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Ram Janki Parivar Seva Trust Celebrated 16th Varshikotsav 07.01.2024
Shree Ram Janki Parivar Seva Trust, 16th Varshikotsav, 07.01.2024,