અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં સીમંધર રેસિડેન્સી ૨ ખાતે શ્રી મિતાબેન જાદવના નિવાસ્થાને શ્રી બહુચર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં ત્રિપુરા સુંદરી માઁ બહુચર ખૂબ જ દિવ્ય અને તેજમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે માગશર સુદ બીજનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે માતાજીના ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ૧૯ માં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે સમસ્ત દિવસ દરમિયાન માતાજીની ભક્તિ પૂજન સહિત ૧૦૮ ખાદ્યસામગ્રી તથા મીઠાઈઓ નો ભવ્ય અન્નકૂટ મહોત્સવ, આનંદ ગરબા તથા ભજન સત્સંગ અને સાંજના રસ રોટલીના પ્રસાદનું સર્વે ભાવિક ભક્તો માટે ભવ્ય આયોજન કરવામાં હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ તથા શ્રી મિતાબેન જાદવ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Bahuchar Yuvak Mandal Simandhar Residency 2 Chandlodiya Celebrated 19th Bhavya Annakut Mahotsav on Occasion of Magshar Sud Bij 2023


Shree Bahuchar Yuvak Mandal, Simandhar Residency 2, Chandlodiya, Bahuchar Mataji Mandir, 19th Bhavya Annakut Mahotsav, Magshar Sud Bij, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed